1 જાન્યુઆરીથી મોદી સરકાર આપશે આ 3 ગિફટ, ઉઠાવો ફાયદો

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 10:46:00 AM IST

નવી દિલ્હીઃ 2017 ખત્મ થવા જઈ રહ્યું છે અને 2018 શરૂ થવામાં થોડા દિવસો જ બાકી છે. એવામાં તમને સરકાર તરફથી નવા વર્ષની કેટલીક ગીફટ મળનાર છે. સરકારે દેશામાં 1 જાન્યુઆરી 2018થી કેટલાક નવા નિયમને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તમને ફાયદો પહોંચનાર છે.

 

નવા વર્ષ પર સરકારની આ ગીફટ જિંદગીને વધુ સરળ બનાવશે. તો ચાલો જાણીએ નવા વર્ષની શરૂઆતમાં સરકાર તમને શું નવી ગીફટ આપવા જઈ રહી છે અને તેનાથી તમને કઈ રીતે ફાયદો થશે.

 

1 ઘરે બેઠા મોબાઈલ સિમનું આધાર સાથે લિન્કિંગ

 

1 જાન્યુઆરી 2018થી તમને ઘરે બેઠા પોતાના મોબાઈલ સિમને આધાર સાથે લિન્ક કરવાની સુવિધા મળનાર છે. આમ તો આ સુવિધા 1 ડિસેમ્બરથી શરૂ થનાર હતી પરતું ટેલિકોમ કંપનીઓની તૈયારી પુરી ન થવાને કારણે આ સુવિધા માટે 1 મહીનો વધારવામાં આવ્યો. હવે તમે 1 જાન્યુઆરીથી ઓટીપી અને અન્ય માધ્યમથી સિમને ઘરે બેઠા આધાર સાથે લિન્ક કરી શકશો.

 

આગળ વાંચો, શું બીજી ગીફટ...