કિંજલે ગાયું 'ચાર ચાર બંગડી...'ને કડકડતી ઠંડીમાં ડોલી ઉઠ્યા અમદાવાદીઓ

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 01:38:00 PM IST
 

અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલમાં ત્રીજા દિવસની શરૂઆત અમદાવાદના આર્ટ અને કલ્ચરમાં જૈન ધર્મનું શિલ્પ સ્થાપત્ય અને સંસ્કૃતિમાં પ્રદાન પરની લેક્ચર સિરિઝના લેક્ચરથી થઈ હતી. જ્યારે રિવરફ્રન્ટ ખાતે સાંજે 'શામ-એ-ગઝલ'માં પંકજ ઉધાસ અને મનહર ઉધાસે ગઝલની મહેફિલ જમાવી હતી. તો સંગીતના સથવારે કિંજલ દવેએ શહેરીજનોને આનંદીત કરી દીધા હતા.

 

કિંજલે ગાયું 'અમે લેરી લાલા....'
ગાયક કિંજલ દવેએ કાર્નિવલના ત્રીજા દિવસે 'અમે લેરી લાલા', 'ચાર બંગડીવાળી ગાડી'અને દેશભક્તિના ગીતો રમઝટ બોલાવીને લોકોને ડોલતા કરી દીધા હતા.
શામ-એ-ગઝલ : કાંકરિયા કાર્નિવલમાં રિવરફ્રન્ટ ખાતે પંકજ ઉધાસ અને મનહર ઉધાસે 'શામ-એ-ગઝલ' અંતર્ગત ગઝલોની પ્રસ્તુતિ કરી હતી.

 

28 ડિસેમ્બરના કાર્યક્રમો
એમએમાં સાંજે 6 વાગે ડૉ.સુભાષ બ્રહ્મભટ્ટ 6:32 PM મેડિકલ આર્કિટેક્ચર ઉપર વાત કરશે. માણેકચોકમાં સાંજે 7.30 વાગે પોળ પોળ પોળ અમદાવાદની ઓળખ પોળ નાટક ભજવાશે. રિવરફ્રન્ટ ખાતે સાંજે 7.30 વાગે કબીર કાફેનો ફ્યૂઝન રોક બેન્ડનો કાર્યક્રમ. દેવાંગ પટેલનું પરફોર્મન્સ, પુષ્પકૂંજ ખાતે રાત્રે 8 વાગે. હાસ્ય દરબાર, રાત્રે 8 વાગે, બાલવાટિકા સ્ટેજ ખાતે.

 

'અમદાવાદમાં સૂબાની નિમણૂંક નગરશેઠની ઈચ્છાથી થતી'
કાંકરિયા કાર્નિવલમાં જૈન સ્થાપત્યો પર વાત કરતાં એલ. ડી. ઈન્ડોલોજીના ડિરેક્ટર ડૉ. જિતેન્દ્ર શાહે કહ્યું હતું કે,'અમદાવાદ સ્થપાયું તે પહેલા આ શહેર આશાવલ અને કર્ણાવતીના નામે જાણીતું હતું. આ જ શહેરમાં હેમચંન્દ્રાચાર્ય વિચર્યા હતાં. અમદાવાદમાં ત્યારે શાંતિદાસ શેઠનો મોઘલ બાદશાહ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. તે વખતે તેમણે શિલ્પ અને સ્થાપત્યમાં બેનમૂન કહેવાય તેવું ચિંતામણિ પાશ્વનાથનું મંદિર બનાવ્યું હતું. પછી તેને 400 વર્ષ પહેલાં ઓરંગઝેબે ખંડિત કરીને અપવિત્ર કરેલું. તે સમયે શાંતિદાસ શેઠ ચૂપ રહ્યાં અને પછી દિલ્હીના દરબારમાં આ કૃત્યની વાત કરી હતી. પછી તો સૂબા તરીકે ઓરંગઝેબને હટાવાયો અને એમ પણ કહેવાયું કે સૂબા તરીકેની નિમણૂકનો નિર્ણય નગરશેઠની ઈચ્છા પ્રમાણે થતો. આ શહેરના વિકાસમાં કસ્તુરભાઈ શેઠનો વિશેષ ફાળો રહ્યો છે. તેમણે આઈઆઈએમ, અટિરા, પીઆરએલ, એનઆઈડી અને એલડી ઈન્ડોલોજી સહિતના આંતરરાષ્ટ્રીય સંકુલોની સ્થાપના કરી હતી. તો બીજી તરફ હરકુંવર શેઠાણીએ હઠીસિંગના દેરા સ્થાપીને 200 વર્ષ પહેલાં આ શહેરને સ્થાપત્યની અમૂલ્ય ભેટ આપી છે. અમદાવાદનો પ્રથમ ઈતિહાસ લખનાર મગનલાલ શેઠ પણ જૈન હતા. આજે પણ શહેરમાં કોઈ નવી રેસ્ટોરાં ઓપન થાય છે ત્યારે જૈન ભોજનની વ્યવસ્થા કરાય છે તે આ શહેરમાં આ ધર્મનો પ્રભાવ દર્શાવે છે.'

 

આગળ જુઓ કિંજલ દવે, મનહર ઉધાસ અને પંકજ ઉધાસના શાનદાર પર્ફોર્મન્સના વધુ ફોટોઝ