કૃણાલ-પંખુરીનું ગ્રાન્ડ રિસેપ્શનઃ ક્રિકેટ-બોલિવુડ જગતની હસ્તીઓ થઈ સામેલ

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 01:13:00 PM IST

વડોદરાઃ ક્રિકેટર કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માના લગ્ન બાદ બુધવારે રાત્રે મુંબઇની JW મેરિયટ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયુ હતું. જેમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, રોહિત શર્મા સહિતની ક્રિકેટ અને બોલિવુડ જગતની હસ્તીઓ હાજર રહી હતી. 

 

 

ગ્રાન્ડ રિસેપ્શનમાં નીતા-મુકેશ અંબાણી, અમિતાભ રહ્યા હાજર 

 

IPLની મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા અને પંખુરી પંડ્યાના લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરાયુ હતુ. મુંબઇમાં આયોજીત ગ્રાન્ડ રિસેપ્શનમાં ટીમ ઇન્ડિયા રોહિત શર્મા, લોકેશ રાહુલ, અક્ષર પટેલ સહિતના ક્રિકેટર્સ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઇરફાન પઠાણ, મુનાફ પટેલ, પાર્થિવ પટેલ સહિતના ક્રિકેટર્સ પણ રિસેપ્શનમાં જોડાયા હતા. તો બોલિવુડમાંથી અમિતાબ બચ્ચન સહિતની હસ્તીઓ હાજર રહી હતી. સાથે જ મુકેશ અંબાણી સહિતના બિઝનેશમેન પણ કૃણાલના રિસેપ્શનમાં જોડાયા હતા. 

 

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો...