32 વર્ષથી એક બીમારીથી પીડાતી હતી મહિલા, X-Ray જોઈ પતિ થયો બેભાન

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 12:10:00 AM IST

ગોરખપુર: શહેરના હાલ્સીગંજમાં રહેતી શાયરા 32 વર્ષથી તેના સમગ્ર શરીરમાં 22 સોય સાથે ફરી રહી છે. આ સોય તેના શરીરમાં ક્યારે અને કેવી રીતે આવી તેની એને કે અન્ય કોઈને કશી ખબર નથી. ગોરખપુર, દિલ્હી અને એઈમ્સ સુધીના ડોક્ટર્સે આ મહિલાની સારવાર કરવામાં અસમર્થતા બતાવી છે. 

 

ઘરવાળાઓ સમજવા લાગ્યા હતા પાગલ


- શહેરના હાલ્સીગંજમાં એહેસાન અલી બીવી, 4 બાળકો અને વૃદ્ધ મા સાથે રહેતી હતી. તેઓ હોટલ ચલાવે છે. 1985માં તેમના લગ્ન શાયરા સાથે થયા હતા.
- લગ્નના થોડા દિવસો પછી શાયરા અજીબ વર્તન કરવા લાગી હતી. તે પીડા થવાના કારણે ગમે ત્યારે બૂમો પાડવા લાગતી હતી. સાસરીવાળાને લાગતુ હતું કે તે પાગલ છે.
- 1986થી 2008 સુધી અહેસાને શાયરાને ગોરખપુરથી લઈને દિલ્હી સુધીના ઘણાં માનસિક રોગોના ડોક્ટર્સને બતાવ્યું અને વર્ષો સુધી તેનો ઈલાજ પણ કરાવ્યો. દરેક લોકોને પાગલ સમજીને પેઈન કિલર દવા આપીને આરામ કરવાની સલાહ આપતા હતા. 
- 2008માં શાયરાને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘણાં ડોક્ટર્સે તેમનો મેડિકલ રિપોર્ટ જોયો પરંતુ તેઓ પણ કઈ સમજી નહતા શકતા.

 

ડોક્ટર્સે સારવાર કરવાની ના પાડી


- અહેસાને કહ્યું, બાળકની તબિયત ખરાબ હતી તો તેને બતાવવા દિલ્હી લઈ ગયા હતા. ત્યારે શાયરાને પણ સાથે લેતા ગયા. થોડી વાર ચાલ્યા પછી તેમના પગમાં સોજા આવી ગયા હતા. જોયુ તો ખબર પડી કે પગમાંથી સોય નીકળી રહી છે. ગમે તેમ કરીને 6 સોય બહાર કાઢવામાં આવી.
- આ વાત ડોક્ટર્સેને જણાવી તો તેમણે એક્સ-રે કરાવ્યા. જેમાં શરીરની અંદર 22 સોય ઘુસેલી દેખાતી હતી. રિપોર્ટ જોઈને તો હું બેભાન થઈ ગયો હતો. એમ્સના ડોક્ટર્સે પણ સારવાર કરવાની ના પાડી દીધી છે.
- શાયરાના હાથ-પગ સિવાય શરીરના ઘણાં ભાગમાં ઉંડે સુધી સોયો ઘુસેલી એક્સ-રેમાં દેખાય છે. કોઈપણ ડોક્ટર્સ શાયરાનું ઓપરેશન કરવા તૈયાર નથી.

 

આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત અન્ય તસવીરો