All is not Well! ઐશ્વર્યાને નણંદ શ્વેતા સાથે નથી રહ્યાં સારા સંબંધો, આમ કરી Ignore

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 11:43:00 AM IST

મુંબઈઃ 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. બચ્ચન પરિવાર પણ આ રિસેપ્શનમાં આવ્યો હતો. જોકે, હાલમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં શ્વેતા બચ્ચન તથા ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો સારા ના હોય તેમ લાગી રહ્યું છે. 


પિતા સાથે આવી શ્વેતાઃ
રિસેપ્શનમાં શ્વેતા બચ્ચન પતિ અમિતાભ સાથે આવી હતી. જ્યારે બચ્ચન વહુ ઐશ્વર્યા પતિ અભિષેક સાથે આવી હતી. વ્હાઈટ આઉટફિટમાં ઐશ્વર્યા ઘણી જ સુંદર લાગતી હતી. જ્યારે શ્વેતા બેબી પિંક રંગની સાડીમાં ગોર્જીયસ જોવા મળી હતી. 


રેડ કાર્પેટ પર જોવા મળ્યું આઃ
રેડ કાર્પેટ પર કેમેરામેન્સ સ્ટાર્સને ક્લિક કરતા હતાં. આ સમયે બચ્ચન પરિવાર આવ્યો હતો. રેડ કાર્પેટ પર પહેલાં બિગ બી તથા શ્વેતાએ પોઝ આપ્યો હતો. ત્યારબાદ અભિ-એશે પોઝ આપ્યો હતો. જોકે, ચારેયને એક સાથે પોઝ આપવાનું કહ્યું ત્યારે અભિ-એશ તો તૈયાર થઈ ગયા હતાં પરંતુ શ્વેતા-અમિતાભ આ માટે તૈયાર ના હોય તેમ લાગતું હતું. જોકે, પછી આ બંને આ માટે તૈયાર થઈ ગયા હતાં. શ્વેતાએ ભાઈ અભિ સાથે વાત કરી હતી પરંતુ ઐશ્વર્યાએ તો જાણે શ્વેતાને જોઈ જ ના હોય તે રીતે વર્તન કર્યું હતું. આના પરથી લાગી રહ્યું છે કે શ્વેતા તથા ઐશ્વર્યા વચ્ચેના સંબંધો એટલા સારા હવે રહ્યાં નથી. 


(જુઓ, વિરાટ-અનુષ્કાનાં રિસેપ્શનમાં બચ્ચન પરિવાર....)