રાહુલને કમાન સોંપ્યા બાદ સોનિયા ગોવામાં, સાઇકલ ચલાવતાં નજરે પડ્યાં

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 03:51:00 PM IST

નવી દિલ્હી: દેશની સૌથી જૂની રાજકિય પાર્ટી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી હાલમાં રજાઓ માણી રહ્યા છે. ગોવાથી એક ટ્વિટ કરવામાં આવેલી તસવીરમાં તેઓએ સાઇકલ ચલાવતા અને કેમેરા સામે સ્માઇલ આપતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષ સુધી કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ તેઓએ આ મહિને જ પાર્ટીની જવાબદારી પોતાના પુત્ર રાહુલ ગાંધીને સોંપી હતી. મળતી જાણકારી મુજબ, સોનિયા ગાંધી ક્રિસમસના આગલા દિવસે એટલે કે 26 ડિસેમ્બરે ગોવા રવાના થયા હતા. 

 

સોનિયાની તસવીર થઈ વાયરલ, લોકોએ કરી કોમેન્ટ્સ


- ગોવામાં ખેંચવામાં આવી સોનિયા ગાંધીની આ તસવીર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. 
- જેની પર સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આ ફેરફાર પર કોમેન્ટ્સ પણ કરી છે. 
- એક કોમેન્ટમાં લખવામાં આવ્યું કે, આ વખતે તેઓ પોતે રજાઓ માણી રહ્યા છે, તેમના પુત્ર રાહુલ ગાંધી નહીં. 
- આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાની નિવૃત્તિને લઈને ઘણા ગંભીર છે કારણ કે તેઓ ગુરુવારે કોંગ્રેસના 133માં સ્થાપના દિવસ સમારોહમાં પણ ગેરહાજર રહ્યા. રાહુલે જ પાર્ટી કાર્યકરો અને નેતાઓને સંબોધિત કર્યા. 

 

હું મારા પુત્રની પ્રશંસા નહીં કરું- સોનિયા


47 વર્ષીય રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે પાર્ટીની કમાન પોતાના માતાના હાથમાંથી લીધી છે. સોનિયા ગાંધી છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય ઠીક ન હોવાના કારણે પોતાને સક્રિય રાજકારણથી દૂર રાખી રહ્યા હતા. પાર્ટી પ્રમુખ તરીકે છેલ્લી વાર પાર્ટીને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તે મારો પુત્ર છે, એટલે યોગ્ય નહીં રહે કે હું તેની પ્રશંસા કરું.

 

સંબંધિત સ્ટોરીની વધુ તસ્વીરો જોવા આગળની સ્લાઈડ ક્લિક કરો