પોલીસ અધિકારીઓને શરમાવે એવા બુટલેગરોના ધરમાં છે એશો આરામ

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 08:54:00 PM IST

અમદાવાદ: ગોમતીપુરમાં વર્ષોથી દેશી અને ઇગ્લીંશ દારૂનો ધંધોકરતા બુટલેગરોના ઘરે પોલીસ પણ આજે કદાચ પહેલી વાર પહોચી હશે, જીજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ દબાણમાં આવેલી પોલીસે આજે બુટલેદરોના ઘરે રેડ કરી હતી. આ તમામ બુટલેદરો પોલીસ ચોપડે નોધાયેલા છે. આ બુટલેગરોના ધરમાં અત્યત વૈભવી રાચરચીલું તેમજ પોલીસ એધિકારીઓના ઘરમાય ન હોય તેવા એશો આરામના સાધનો જોઇને રેડ કરવા ગયેલી પણ પોલીસ એકવખત આ બધુ જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી.

 

રાજપુર ગોમતીપુર વિસ્તારમાં ઇગ્લીશ દારૂનો ધંધો કરતા ગુડ્ડુ, ઇમુ અને હુસેનના ધરે પોલીસ ગઇ ત્યારે તેમના ઘરની અંદર મોટો બેડરૂમ એ.સી, ઇલેક્ટોનીક ગેઝેટ્સ તેમજ આરામ કરવા માટે નવા હિંચકા મોધું દાટ ફ્લોરિંગ અને ઇન્ટીરીયલ ડેકોરેશન જેમ કરોડોના બંગલામાં હોટ તેવા ગોઠવાયેલા હતા, આ બુટલેગરોના પરિવાર જનો પણ જેમ સોના ચાંદીથી મઢેલા હોય તેવા હતા. બુટલેગરોના પરિવાર જનો પોલીસથી ડર્યા વિના તેમના ઘરનો ખુણે ખુણો બતાવી રહ્યા હતા.


વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.