કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ, તીવ્ર આંતરિક ખેંચતાણના સંકેતો

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 10:04:00 PM IST

અમદાવાદ: ગુજરાતમાં નવી રચાયેલી રૂપાણી સરકારની શપથવિધિના 60 કલાક બાદ બોલાવેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં અંતે ચાર કલાક પછી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવી પોહચ્યા હતા. જ્યારૈ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી પણ આ બેઠકમાં પહોચ્યા છે. જે સંવિધાનિક રીતે ખોટી છે.

 

મંત્રીઓમાં ભારે નારાજગી

 

સાંજે પાંચ વાગ્યાથી સ્વર્ણિમ સંકુલ-1ના કેબિનેટ ખંડમાં મંત્રીઓ ઉત્સાહમાં આવીને બેસી ગયા હતા. પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્ને વચ્ચે ખાતાની વહેંચણીના મુદ્દે મુખ્યમંત્રીના બંગલે લાંબી બેઠક ચાલી હતી. જેના કારણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાંજે 7 વાગ્યા સુધી કેબિનેટની બેઠકમાં આવ્યા નથી. જેના કારણે મંત્રીઓમાં પણ ભારે નારાજગી અને અપમાનજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. 

 

મામલો હાઇકમાન્ડ સુધી પહોંચ્યો

 

ગતા તારીખ 26મીના રોજ ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાઇ હતી. આ શપથવિધિ પૂર્ણ થયા બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવાને બદલે ઓફિસની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેથી મંત્રીઓ ખાતા વિના ઓફિસનો કબજો જમાવીને બેસી ગયા હતા. આ અંગે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાતાની ફાળવણીમાં બબાલ ઊભી થતાં આ મામલો હાઇકમાન્ડ સુધી પહોંચ્યો હતો. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેમ ખાતાંની વહેંચણીમાં થયું મોડું?