અ'વાદ જ નહીં આખા રાજ્યમાં દારૂબંધી માટે લડીશ, જનતા રેડ કરીશ: મેવાણી

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 07:03:00 PM IST
 

અમદાવાદ: ગઈકાલે રાત્રે ગોમતીપુર વિસ્તારમાં જિગ્નેશ મેવાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અભિવાદન કાર્યક્રમ દરમિયાન દારૂની ફરિયાદ આવતાં અને દારૂના અડ્ડા ચાલતા હોવાની રજૂઆત સ્થાનિકોએ પદનામિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કરતાં બુધવારે મોડી સાંજે હજારો સમર્થકો સાથે તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સાથેસાથે દારૂનું વેચાણ બંધ કરાવવા માટે પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારબાદ આજે બપોરે વાડજ અને મેઘાણીનગરમાં પણ દારૂની બદીની ફરિયાદ લઈને અને ત્યાં કડક દારૂબંધી કરવા માટે પોલીસ કમિશનર એ.કે. સિંઘને મળ્યા હતા. આ દરમિયાન જેસીપી જે કે ભટ્ટ જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે હવે જિગ્નેશ જનતાના નેતા બની રહ્યા છે. તો DivyaBhaskar.comને તેમણે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં જનતા રેડ કરીશું. અમદાવાદ, આખા ગુજરાતમાં જ્યાં પણ આવી કમ્પેલન આવી ત્યાં લડતો રહીશ. ભ્રષ્ટાચારના મુદ્દે લડીશ, મોંઘવારી સામે લડીશ, દારૂબંધીના ચુસ્ત અમલ માટે પણ લડીશ.


DivyaBhaskar.comના સવાલ પર શું કહ્યું મેવાણીએ


પોલીસ કમિશનરે મળીને પરત ફરેલા જિગ્નેશ મેવાણીએ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ગઈકાલે જુદા પર્પઝ્ડથી ગયો હતો. ત્યાં મારી જાહેર સભા હતી. ત્યાં બે-ત્રણ બહેનો મારી સામે આવીને રડી અને કમ્પલેન કરી અમારી દીકરીઓના સગા એટલા માટે નથી થતાં કે ચાલીના નાકે દારૂ વેચાય છે. ગોમતીપુર, વાડજ અને મેઘાણીનગરની કમ્પલેન મળી તેના આધારે હલ્લાબોલ, ડેમોસ્ટ્રેશન કર્યા. આગળ કમ્પેલન્સ આવી ત્યારે કરી અને સામે ચાલીને પ્રોએક્ટિવલી જનતા રેડ કરીશું.


આગળની સ્લાઈડ્સ ગઈકાલે ગોમતીપુર પોલીસ સ્ટેશન પર વિરોધને પગલે જેસીપી દોડી ગયા હતા