પુલિસ કહતી હૈ તો ચાલુ કરતે હૈ ઔર કહતી હૈ તો બંધ કરતે હૈ: બુટલેગર

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 09:44:00 PM IST
 

અમદાવાદ: જિગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશને અન્ય વિસ્તારના પોલીસ સ્ટાફને બોલાવીને રેડ કરી હતી. જેમાં ઈંગ્લિશ અને દેશી દારૂના બુટલેગરોના ઘરે જઈ જઈને રેડ કરી હતી. વાસ્તવમાં બુટલેગરો પોતાના ઘરે દારૂ રાખતા હોતા નથી. પરંતુ પોલીસે તેના ઘરે રેડ કરીને નીલ રેડ કરી હોવાનું પોલીસ ચોપડે નોંધ્યું છે. આ બુટલેગરોમાં ગોમતીપુરના ગુડ્ડુ, ઈમુ, ફરીદ હુસૈન અને ઝરીનાબાનુના ઘરે રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન DivyaBhaskar.comની ટીમ સાથે હતી. રેડ અગાઉથી બુટલેગરનો પરિવાર તૈયાર હોય તેમ ઘરનો ખૂણેખૂણો બતાવતો હતો. 


DivyaBhaskar.comની ટીમ રેડમાં રહી પોલીસ સાથે


ગોમતીપુરનો કુખ્યાત બુટલેગર હુસૈનના ઘરે પોલીસ ગઈ ત્યારે તે ઘરે હાજર હતો. રેડમાં હાજર પોલીસકર્મીઓ પૈકી કેટલાક તેને અગાઉથી ઓળખતા હતા. તેમાંથી એક પોલીસકર્મીએ તેના ભાઈને પૂછ્યું, હુસૈનભાઈ કૈસે હૈ? જે ખુબ મોટી ચાડી ખાય છે કે ગોમતીપુરના રાજપુર પાસે દેશી દારૂનો ધંધો કરનાર ફરીદના ઘરે પોલીસ પહોંચી ત્યારે ફરીદે કહ્યું સાહબ દો મહિને સે તો બંદ કરા દીયા હૈ. DivyaBhaskar.comએ ફરીદ સાથે વાત કરતાં તેણે કહ્યું, પુલિસ કહતી હૈ તો ચાલુ કરતે હૈ ઔર કહતી હૈ તો બંધ કરતે હૈ. પહેલા દારૂ નડીયાદથી લાવીને વેચતો હોવાની વાત પણ તેણે જણાવી હતી.

 

આગળની સ્લાઈડ્સ પોલીસ કરેલી રેડની અન્ય તસવીરો...