પાલનપુર- અમદાવાદ હાઈવે પર અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 09:24:00 PM IST
 

પાલનપુર: પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર આવેલ ગઠામણ પાટીયા વિસ્તારમાં રહેતા વાદિ પરીવારની એક મહીલા અને દિકરી કરીયાણુ ખરીદી પોતાના ઘર તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે સમયે એક ટેન્કર ચાલકે મહીલા સુધાબેન વાદીને અડફેટે લેતા ઘટના સ્થળે મહીલાનું મોત નિપજ્યુ હતુ અને બાળકી જયાબેનનો અધભૂત બચાવ થયો હતો.આ ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને થતા પીઆઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો.આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

 

તસવીર- અકિંત વ્યાસ

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....