વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં નીતા અંબાણી આવ્યા દીકરા સાથે, હતો આગવો ઠાઠ

  • Divyabhaskar.co.in
  • Dec 27, 2017, 01:48:00 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીનું ભવ્ય રિસેપ્શન મુંબઈમાં યોજાઈ ગયું. આ રિસેપ્શનમાં ક્રિકેટર્સ તથા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યાં હતાં. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, રેખા, કેટરિના કૈફ, માધુરી દીક્ષિત, એ આર રહેમાન સહિતના સ્ટાર્સ આવ્યા હતાં. નીતા અંબાણી પોતાના પુત્ર આકાશ અંબાણી સાથે આવ્યા હતાં. 

આ સેલેબ્સ થયા સામેલઃ
નીતા અંબાણી, રણબિર કપૂર, શ્રીદેવી, બોની કપૂર, કરન જોહર, બોમન ઈરાની, પ્રસૂન જોષી, વિધુ વિનોદ ચોપરા, આદિત્ય રોય કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર, રાજુ હિરાની, રમેશ તૌરાની, સારા અલી ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતાં. 


મોડી રાત સુધી ચાલી પાર્ટીઃ
40 માળની હોટલ સેન્ટ રેજીસના નવમા માળે પાર્ટી યોજાઈ હતી. પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. 65 હજાર સ્કેવર ફિટમાં ફેલાયેલા એસ્ટર બોલરૂમની બાજુમાં જ લાંબા કોરિડોરમાં બુફેનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો માટે ડ્રિંક પણ ત્યાં જ હતું. 


(જુઓ, અનુષ્કા-વિરાટ અનુષ્કાના રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સનો ઠસ્સો....)