મુકેશ અંબાણીના દીકરાએ શાહરૂખને કહ્યું, ''મારા પગારની વાત સાંભળીને શરમાઈ જઈશ''

  • Divyabhaskar.co.in
  • Dec 26, 2017, 07:13:00 PM IST

મુંબઈઃ તાજેતરમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના 40 વર્ષ પૂર્ણ થયા હતાં. આ પ્રસંગે રિલાયન્સ પાર્કમાં સેલિબ્રેશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સોનુ નિગમ ખાસ હાજર રહ્યાં હતાં. શાહરૂખ ખાને મુકેશ અંબાણીના સંતાનો ઈશા, અનંત તથા આકાશ અંબાણી સાથે વાત કરી હતી. 


અનંત સાથે શાહરૂખે કરી આ ખાસ વાતોઃ
શાહરૂખે સ્ટેજ પર મુકેશ અંબાણી તથા રિલાયન્સને લઈ વાતો કરી હતી. આ દરમિયાન શાહરૂખે અનંત અંબાણીની કેટલીક પર્સનલ વાતો શૅર કરી હતી. જેમાં શાહરૂખે કહ્યું હતું કે તે અનંતની કેટલીક પર્સનલ વાતો શૅર કરશે, જે તેણે કરવી ના જોઈએ પરંતુ અનંત તેના બાળક જેવો હોવાથી તે વાત કરી શકે તેમ છે. સૌ પહેલાં શાહરૂખે અનંતને તેના ટ્રાન્સફોર્મિંગને લઈને શુભકામના પાઠવી હતી. જેના જવાબમાં અનંતે શાહરૂખનો આભાર માન્યો હતો. 


કરી આ મજાકઃ
શાહરૂખે અનંતને તેના ટ્રાન્સફોર્મિંગ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં અનંતે કહ્યું હતું કે તેણે તો માત્ર પોતાની હેલ્થ બનાવવા માટે આમ કર્યું હતું. ત્યારબાદ શાહરૂખે એમ કહ્યું હતું કે તારી હેલ્થને કારણે જીયોને તથા તેને એક તકલીફ પડી છે. જીયોના ડેટા પેક તથા તેના સિક્સ(શાહરૂખ) પેક અનંતના પેક આગળ નાના દેખાવા લાગ્યા છે. આ વાત પર અનંત હસી પડ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે બોલિવૂડમાં આવવાનો નથી અને તે રિલાયન્સ પરિવાર સાથે જ જોડાયેલો રહેવાનો છે. અનંતનો જવાબ સાંભળીને શાહરૂખે તરત જ કહ્યું હતું કે રણબિર સાંભળે છે ને.. અને જેટલાં પણ લોકો આ જુએ છે તે તમામ જાણી લે કે આ બાળક કોમ્પિટિશનમાં નથી. 


અનંતના લોહીમાં જ છે વેપારઃ
શાહરૂખે અનંતનો નાનપણનો એક કિસ્સો કહીને ત્યાં હાજર રહેલાં તમામને નવાઈમાં મૂકી દીધા હતાં. શાહરૂખે કહ્યું હતું કે જ્યારે અનંત માત્ર છ વર્ષનો હતો ત્યારે મોમ નીતા તથા દાદા ધીરૂભાઈ અંબાણી સાથે મરિન ડ્રાઈવ ગયો હતો અને તેણે 15 રૂપિયાના 10-15 ફુગ્ગા ખરીદ્યા હતાં. અનંત 15 રૂપિયાના ફુગ્ગા લઈને ઘરો ગયો હતો. તેને આ ફુગ્ગા મોંઘા લાગ્યા હતાં. અનંતે પછી ફુગ્ગાનું એક પેકેટ ખરીદ્યું હતું. કારણ કે હવા તો ફ્રીમાં હોય છે. તેથી અનંત ફુગ્ગા ફુલાવીને વેચવા નીકળ્યો હતો. અનંતે ફુગ્ગાનું પેકેટ 2 રૂપિયામાં ખરીદ્યું હતું અને ફૂલાવેલા ફુગ્ગા 15 રૂપિયામાં વેચ્યા હતાં. શાહરૂખે કહ્યું હતું કે આને અંબાણીનું માઈન્ડ કહેવાય.


અનંતની વાત સાંભળી શરમાયો શાહરૂખઃ
અનંતે કહ્યું હતું કે કોઈ પણ ધંધો નાનો નથી હોતો અને આ વાત તે શાહરૂખ પાસેથી જ શીખ્યો હતો. શાહરૂખે પોતાની પ્રથમ સેલરી 50 રૂપિયા હોવાની વાત કરી હતી. પછી તેણે અનંત અંબાણીને તેનો પ્રથમ પગાર પૂછ્યો હતો. જેના જવાબમાં અનંતે કહ્યું હતું કે જવા દો આ વાત. તમને શરમ આવશે. 


શાહરૂખે અનંતને કહ્યો સ્વિટહાર્ટઃ
શાહરૂખે અંતે કહ્યું હતું કે તે અનંત સાથે વાત કરશે નહીં. અનંતે તેને શોર્ટ્સમાં જોઈ લીધો છે અને તેને કારણે શરમ અનુભવે છે પરંતુ તે વાસ્તવમાં અનંતને ઘણો જ પ્રેમ કરે છે અને તે એકદમ સ્વિટહાર્ટ છે. 

 

(જુઓ, રિલાયન્સના 40 વર્ષની ઉજવણીની ખાસ તસવીરો....)