શાહરૂખ ખાનથી થઈ ગઈ આવી ભૂલ, મુકેશ અંબાણીના દીકરાએ જાહેરમાં ટોક્યો!

  • Divyabhaskar.co.in
  • Dec 25, 2017, 04:00:00 PM IST

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝને 40 વર્ષ પૂર્ણ થતાં મુંબઈમાં રિલાયન્સ પાર્કમાં સેલિબ્રેશન રાખ્યું હતું. આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, સોનુ નિગમ, વરૂણ ધવન આવ્યા હતાં. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને આકાશ તથા ઈશા અંબાણી સાથે વાત કરી હતી. જોકે, એક જગ્યાએ શાહરૂખથી ભૂલ પડી હતી અને આકાશે તરત જ તેની ભૂલ સુધારી હતી.


શું હતી ભૂલઃ
શાહરૂખ ખાને કહ્યું હતું કે જીયોના ગ્રાહકોની સંખ્યા હવે 10 કરોડ છે. આ વાત પર આકાશે તરત જ શાહરૂખને અટકાવીને કહ્યું હતું કે 16 કરોડ શાહરૂખ. 


1200 જગ્યાએથી લાઈવ ટેલિકાસ્ટઃ
મુંબઈમાં યોજાયેલા આ સેલિબ્રેશનમાં 80 હજારથી વધુ માણસો હતાં.આમાં મુખ્યત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના એમ્પ્લોઈ હતાં. આટલું જ નહીં વિશ્વભરમાંથી 1200 જગ્યાએથી આ ઈવેન્ટને લાઈવ કરવામાં આવી હતી. 


(જુઓ, રિલાયન્સના સેલિબ્રેશનની ખાસ તસવીરો....)