બે બાળકની હત્યા કરી પિતાનો ફાંસો, 'પત્ની અને પ્રેમીને ઉંમરકેદ થાય'- સુસાઇડ નોટ

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 03:41:00 PM IST

રાજકોટઃ કુવાડવા રોડ પર આવેલા નવાગામે પિતાએ બે સંતાનની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. અગાસી પર પાણી ભરેલી ટાંકીમાં બંને સંતાનોને ડૂબાડી પિતાએ ગળાફાંસો ખાઇ લેતા ગામમાં અરેરાટી ફેલાઇ હતી.પાંચ વર્ષના હર્ષ અને સાત વર્ષના અભિજીતને પાણીની ટાંકીમાં ડૂબાડી અને પિતા રમેશ કોળીએ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીના અન્ય યુવક સાથેના સંબંધને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. 

 

ઘટનાસ્થળેથી મળી ચીઠ્ઠી

 

નવાગામમાં કોળી પરિવારમાં પિતાએ બે બાળકોની હત્યા કરી પોતે આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસને હાથ એક ચીઠ્ઠી મળી હતી, જેમાં પત્ની બેવફા હોવાની વાત સામે આવી હતી. પત્ની અલ્પા અન્ય પરિણીત પુરુષના પ્રેમમાં હોઇ તો પતિ અને સંતાનને છોડી ભાગી ગઇ હતી. નવ વર્ષ પહેલા તેની સાથે લવ મેરેજ કર્યા તેને તરછોડી છૂટાછેડા આપી પ્રેમી સાથે રહેવા લાગી હતી. જો કે બે મહિના પહેલ ફરી પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા આવી હતી. પત્નીના આવા ત્રાંસથી પગલુ ભર્યાનું ચીઠ્ઠીમાં ઉલ્લેખ હતો. મૃતક રમેશે ચીઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું કે અલ્પા અને તેના પ્રેમી કાર્તિક કોળી જવાબદાર છે, અને છેલ્લી ઇચ્છા છે કે બંનેને ઉંમર કેદ થાય.


બે સંતાનના મૃતદેહને ટાંકીમાંથી બહાર કઢાયા

 

પ્રાપ્ત વિગત મુજબ હાલ પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ છે. અગાસી પર રહેલી સિન્ટેક્સની ટાંકીમાંથી બંને સંતાનના મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. ઘરમાં જ પિતાએ હુંક સાથે દોરી બાંધી આપઘાત કરી લીધો હતો. તેનો પણ મૃતદેહની તપાસ હાથ ધરાઇ હતી. 

 

 

 

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો...(તસવીરોઃ રવિ ગોંડલિયા, રાજકોટ)