શનિની ખરાબ નજરથી બચવા માગતા હોવ તો 30 ડિસેમ્બરે કરો રાશિ ઉપાય

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 03:07:00 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ દર મહિનાની તેરસ તિથિ પર પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ વ્રત વિભિન્ન વારની સાથે મળીને અલગ-અલગ યોગ બનાવે છે. આ વખતે 30 ડિસેમ્બર શનિવારે પ્રદોષ તિથિ હોવાથી શનિ પ્રદોષનો યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો આ દિવસે શનિને પ્રસન્ન કરવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. રાશિ પ્રમાણે ઉપાય જાણવા તમારી રાશિ ઉપર ક્લિક કરીને જાણો આગળ...

 

આ કારણસર શનિદેવ ચાલે છે ધીરે ધીરે-

 

પુરાણોમાં બતાવ્યું છે કે શનિની ગતિ મંદ અર્થાત્ ધીમી છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે એવું શા માટે છે? છેવટે શા માટે શનિ મંદ ગતિથી ચાલે છે. તેના વિશે પણ આપણા ગ્રંથોમાં એક કથાનું વર્ણન છે, જે આ પ્રકારે છે- 

 

પુરાણોમાં જણાવ્યાં મુજબ ભગવાન શંકરે પોતાના પરમ ભક્ત દધીચિ મુનિને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લીધો. ભગવાન બ્રહ્માએ તેમનું નામ પિપ્પલાદ રાખ્યું, પરંતુ જન્મ પહેલા જ તેમના પિતા દધીચિ મુનિની મૃત્યુ થઈ ગઈ. યુવા થવા પર જ્યારે પિપ્પલાદે દેવતાઓથી પોતાના પિતાની મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદૃષ્ટિને તેનું કારણ બતાવ્યું. પિપ્પલાદ આ સાંભળીને ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ ઉપર પોતાના બ્રહ્મ દંડનો પ્રહાર કર્યો. શનિદેવ બ્રહ્મ દંડનો પ્રહાર સહન નહોતા કરી શકતા હતા એટલે તે ડરીને ભાગવા લાગ્યા.
 
ત્રણેય લોકોની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મ દંડે શનિદેવનો પીછો ન મૂક્યો અને તેમના પગમાં આવીને લાગ્યો. બ્રહ્મ દંડના પગ ઉપર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા ત્યારે દેવતાઓએ પિપ્પલાદ મુનિને શનિદેવને ક્ષમા કરી દેવા વિનંતિ કરી. દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાધીશ છે અને તેઓ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. તમારા પિતાની મૃત્યુનું કારણ શનિદેવ નથી. દેવતાઓના આગ્રહ પર પિપ્પલાદ મુનિએ શનિદેવને ક્ષમા કરી દીધા.
 
દેવતાઓની પ્રાર્થના પર પિપ્પલાદે શનિને આ વાત પર ક્ષમા કરી દીધા કે શનિ જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમરના શિવભક્તોને કષ્ટ નહી આવે જો આવું થયું તો તેઓ ભસ્મ થઈ જશે. ત્યારથી જ પિપ્પલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે.
 
એટલે પડ્યું પિપ્પલાદ નામ
 
ભગવાન પિપ્પલાદનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો. પીપળાની નીચે જ તપ કર્યું અને પીપળાના પાનને જ ભોજનના રૂપમાં ગ્રહણ કર્યું હતા. એટલે શિવના આ અવતારનું નામ પિપ્પલાદ પડ્યું. કહેવાય છે કે સ્વયં બ્રહ્માએ જ શિવના આ અવતારનું નામકરણ કર્યું હતું. શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ મળે છે.

 

पिप्पलादेति तन्नाम चक्रे ब्रह्मा प्रसन्नधी:।
शिवपुराण शतरुद्रसंहिता24/61 

 
અર્થાત બ્રહ્માએ પ્રસન્ન થઈ આ બાળકનું નામ પિપ્પલાદ રાખ્યું.
 
આગળની સ્લાઇડ ઉપર ક્લિક કરીને જાણો રાશિ  પ્રમાણે શનિદોષ દૂર કરવાના ઉપાય...