તમારા સૂતેલાં ભાગ્યને જગાડશે આ 8 ઉપાય, 29 ડિસેમ્બરે અચૂક કરો આ ઉપાય

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 03:44:00 PM IST

યૂટિલિટી ડેસ્ક: પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશ તરીકે પણ ઓળખાય છે. આ વખતે આ એકાદશી 29 ડિસેમ્બર, શુક્રવારે છે. આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા મળી શકે છે અને બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. પુત્રદા એકાદશીના સરળ ઉપાય જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...


પુત્રદા એકાદશીની કથા:


એકસમયે ભદ્રાવતીપુરમાં રાજા સુકેતુમાનનું રાજ હતું. તેમની રાણીનું નામ ચંપા હતું. તેમને ત્યાં કોઇ સંતાન નહોંતું એટલે પતિ-પત્ની હંમેશાં આ જ ચિંતા અને શોકમાં રહેતાં હતાં. આ જ ચિંતામાં એકદિવસ રાજા સુકેતુમાન વનમાં જતા રહ્યા. રાજાને ત્યાં તરસ લાગતાં એક સરોવર નજીક ગયા. ત્યાં ઘણા મુનીઓ વેદપાઠ કરી રહ્યા હતા. રાજાએ બધા જ મુનીઓને વંદન કર્યા. પ્રસન્ન થઈને મુનિઓએ રાજાને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું અને મુનિએ કહ્યું કે પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. તમે પણ આ વ્રત કરો. મુનીઓના કહ્યા અનુસાર રાજાએ પણ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને થોડાજ દિવસોમાં રાણી ચંપા ગર્ભવતી બન્યાં. યોગ્ય સમયે રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, જેના ગુણોથી પિતા એકદમ ખુશા થઈ ગયા અને ન્યાયપૂર્વક શાસન કર્યું. 

 

આગળની સ્લાઇડ્સ જોવા કરો ક્લિક....