સુરત હનીટ્રેપ: રાજકોટની ટોળકીની મદદથી 35 ધનિકોની વીડિયો ક્લિપ બનાવી

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 10:56:00 AM IST

સુરતઃ હનીટ્રેપમાં ધર્મેશ અમીનની પૂછપરછમાં ચોંકાવાનારી વાતો બહાર આવી છે. આ ટોળકીએ રાજકોટની ટોળકીની મદદથી એક સેવાભાવી બિલ્ડરથી લઈ હીરા-કાપડના કેટલાક ઉદ્યોગપતિઓ, કોંગ્રેસ-ભાજપના આગેવાનો તેમજ એક પોલીસ અધિકારી સહિત લગભગ 35 ક્લિપ બનાવી મોટી રકમનો તોડ કર્યો છે. 


 
ધર્મેશ અમીનની ધરપકડ પછી જામીન પર છૂટકારા બાદ વિગતો બહાર આવી 
 
કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો સેક્સ વીડિયો બનાવી તે વાઇરલ કરવાની ધમકી આપી રૂ. 3.50 કરોડ માગવામાં આવતા હતા. તેમણે કુલ 13 બ્લેક મેઇલરનાં નામો ફરિયાદમાં આપ્યાં છે. જેમાંથી ક્રાઇમ બ્રાંચે ધર્મેશ અમીનની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરી સાત દિવસનાં રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જજે રિમાન્ડની માગણી ફગાવી દઈ ધર્મેશને રૂ. 15 હજારની જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, વીડિયોથી બ્લેકમેઈલ કરતા એક પૂર્વ ધારાસભ્યને હૃદય રોગનો હુમલો પણ આવી ગયો