કૃણાલ પંડ્યા-પંખુરીનું રિસેપ્શન, રોહિતથી લઇ ઇરફાન સહિતના ક્રિકેટર્સ આવ્યા

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 11:24:00 AM IST

મુંબઇ: IPLના સ્ટાર ક્રિકેટર અને ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના મોટા ભાઇ કૃણાલ પંડ્યાએ બુધવારે મુંબઇની હોટલમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મોડી રાત્રે રિસેપ્શન યોજાયુ હતું. જેમાં બોલિવુડથી લઇ ક્રિકેટ જગતની હસ્તીઓ સામેલ થઇ હતી. કૃણાલ પંડ્યાના લગ્નમાં રોહિત શર્મા, ઇરફાન પઠાણ, જયદેવ ઉનડકટ, પાર્થિવ પટેલ, લોકેશ રાહુલ, કિરણ મોરે સહિતના ક્રિકેટર્સ હાજર રહ્યાં હતા. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કૃણાલ-પંખુરીના લગ્નમાં હાજરી આપી હતી.

 

આગળની સ્લાઇડમાં જુઓ, કૃણાલ-પંખુરીના રિસેપ્શનની વધુ તસવીરો...