આ છે વિરાટનો જબરો શ્રીલંકન ફેન, રિસેપ્શનમાં જોવા મળ્યો સ્ટાર કપલ સાથે

  • Divyabhaskar.co.in
  • Dec 27, 2017, 03:55:00 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના મુંબઈ રિસેપ્શનમાં ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. જોકે આ રિસેપ્શનમાં એક એવી વ્યક્તિ પણ હતી જેની વિરાટ તથા અનુષ્કા શર્મા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિ છે ગયાન સેનાનાયકે, જે શ્રીલંકન ક્રિકેટ ટીમનો ફેન છે અને શ્રીલંકન ટીમના ભારત પ્રવાસને કારણે અહીં આવ્યો હતો. 

શ્રીલંકન ટીમ ન આવી પણ, વિરાટનો જબરો ફેન પહોંચ્યો રિસેપ્શનમાં...


- ગયાન સેનાનાયકે શ્રીલંકન ટીમને સપોર્ટ કરે છે અને તે પોતાની ટીમને સપોર્ટ કરતા સ્ટેડિયમમાં જોવા મળતો રહે છે. 
- તે વિરાટ કોહલીનો પણ ફેન હોવાથી ભારતીય કેપ્ટને તેને પોતાના રિસેપ્શન માટે આમંત્રણ આપ્યું હતું.
- શ્રીલંકન ટીમ ભારત પ્રવાસ પુર્ણ કર્યા બાદ વિરુષ્કાના રિસેપ્શનમાં હાજરી આપવા માટે રોકાઈ નહોતી. 
- કોહલીએ શ્રીલંકન ટીમને આમંત્રણ પાઠવ્યું હતું, જોકે શ્રીલંકન બોર્ડે આગામી સિરીઝને ધ્યાનમાં રાખી ટીમને રોકાવવાની મંજૂરી આપી નહોતી.
- શ્રીલંકન ખેલાડીઓ આગામી સિરીઝ પહેલા ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે અને તેમાં સામેલ થનારા 30 જેટલા ખેલાડીમાંથી જ ફાઈનલ 17 ખેલાડીઓની ટીમ જાહેર કરાશે.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ વિરુષ્કાના રિસેપ્શનની અન્ય તસવીરો.....)