કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કા શર્માને મળ્યું નવું નામ, યુવરાજે કર્યું જાહેર

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 12:00:00 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ યુવરાજ સિંહને કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને તેમના લગ્નની અનોખી રીતે શુભકામના પાઠવી હતી. યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં યુવરાજ સિંહ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે હતા. યુવરાજે આ તસવીર સાથે લખ્યું કે,‘બંનેને લાઈફટાઈમ પાર્ટનરશિપ માટે શુભકામનાઓ અને વહાલ.’ યુવરાજે આ સાથે જ અનુષ્કાને નવું નામ આપ્યું હતું.

 

અનુષ્કાના નવા નામથી ફેન્સ પણ થયા ખુશ....


- યુવરાજે કોહલીને તેના નીકનેમ ચીકૂ અને અનુષ્કાને નવું નામ ‘રોઝી’ તરીકે સંબોધ્યા હતા.
- અનુષ્કા શર્માને મળેલા નવા નામ અંગે સોશિયલ મીડિયા યૂઝર્સે પણ યુવરાજ સિંહની પ્રશંસા કરી હતી. 
- 26મી ડિસેમ્બરે યોજાયેલા મુંબઈ ખાતેના રિસેપ્શનમાં યુવરાજ સિંહ સહિતના ઘણા સ્ટાર્સ ક્રિકેટર્સે હાજરી આપી હતી.
- જેમાં અનિલ કુંબલે, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, એમએસ ધોની, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, સંદીપ પાટિલ, રવિચંદ્રન અશ્વિન જેવા ઘણા નામ સામેલ છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ વિરુષ્કાના લગ્નમાં યુવી અને ભજ્જીએ કરેલા ડાન્સની તસવીરો.)