શું પ્રેગનન્ટ છે ધોનીની પત્ની સાક્ષી? વિરાટના રિસેપ્શનમાં જોવા મળ્યુ કઇક આવુ

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 11:06:00 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નનું બીજુ રિસેપ્શન મંગળવારે યોજાયુ હતું. મુંબઇની હોટલ સેન્ટ રેગિંસમાં યોજાયેલ આ ફંક્શનમાં ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની, પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે પહોચ્યો હતો.રિસેપ્શનમાં પહોચેલી સાક્ષીને જોયા બાદ ફેન્સ વચ્ચે એક નવી વાતને લઇ ચર્ચા થવા લાગી હતી. 

 

 

શું પ્રેગનન્ટ છે સાક્ષી?

 

- આ રિસેપ્શન માટે ધોની બ્લેક સૂટ પહેરીને પહોચ્યો હતો જ્યારે સાક્ષી અને ઝીવા પિંક કલરની ડ્રેસમાં જોવા મળ્યા હતા.
- પિંક કલરના લેહેંગા-ચોલી પહેરીને સાક્ષી ઘણી સુંદર લાગતી હતી. જો કે તેની ટમી થોડી બહાર નીકળેલી હતી.
- સાક્ષીને જોયા બાદ કેટલાક લોકોને લાગ્યુ કે આ તેનો બેબી બમ્પ હોઇ શકે છે. તે પછી વાત થવા લાગી કે ધોની બીજી વખત પિતા બનવાનો છે. 
- મહત્વપૂર્ણ છે કે ધોની અને સાક્ષીના લગ્ન જુલાઇ 2010માં દેહરાદૂનમાં થયા હતા. ફેબ્રુઆરી 2015માં દીકરી ઝીવાનો જન્મ થયો હતો.
- જો કે સાક્ષીના ફરી પ્રેગનન્ટ થવાની  ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.

 

આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં પહોચેલા ધોની અને સાક્ષીની વધુ તસવીરો...