વિરુષ્કાના રિસેપ્શનમાં છવાઈ ઝીવા ધોની, ગ્લેમરસ લુકમાં જોવા મળી સારા તેંડુલકર

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 06:12:00 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું વેડિંગ રિસેપ્શન મંગળવારે મુંબઈમાં યોજાયું હતું. આ વેડિંગ રિસેપ્શનમાં ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. જેમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સચિન તેંડુલકર, તેમની પત્ની અને દીકરી હાજર રહી હતી. આ ઉપરાંત પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પણ પત્ની અને દીકરી સાથે જોવા મળ્યો હતો.

ક્યુટ લાગી ઝીવા ધોની, ગ્લેમરસ હતો સારા તેંડુલકરનો લુક...


- ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સની સાથે જ પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો.
- ધોનીની સાથે પત્ની સાક્ષી ધોની તથા દીકરી ઝીવા ધોની હાજર રહી હતી.
- ધોનીની દીકરી જીવા પહેલાથી જ સોશિયલ મીડિયા સ્ટાર રહી છે. એવામાં તેના આ રિસેપ્શનમાં આવતા જ તે અહીં પણ છવાયેલી રહી હતી.
- ઝીવા ધોની પિતાની સાથે ઘણી ક્યુટ લાગી રહી હતી. તેણે કેમેરા જોઈને હાથ પણ હિલાવ્યો હતો.
- બીજી તરફ આ ફંકશનમાં સારા તેંડુલકર ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. તેણે વ્હાઈટ કલરનું શોર્ટ ફ્રોક પહેર્યું હતું અને સાથે જ મેચિંગ ઈયરિંગ્સ પણ પહેર્યા હતા.
- સારાની માતા અને સચિનની પત્ની અંજલી તેંડુલકર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સારા અને ઝીવાની વધુ તસવીરો......)