'આજ આખું MSU ઉડી જશે' - ISISના નામથી લખેલો ધમકીભર્યો પત્ર મળ્યો

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 02:29:00 PM IST

વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એફવાય બીકોમનાં છેલ્લા પેપરનાં દિવસે ટેક્નોલોજી ફેકલ્ટીમાંથી યુનિવર્સિટીને ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું, કે 'આજ આખું MSU ઉડી જશે'. આઈએસઆઈએસ નામથી લખેલો આ પત્ર ફેકલ્ટીના ડિનને આપવામાં આવતાં પોલીસને તે અંગે જાણ કરવામાં આવી હતી. જોકે કોમર્સનાં પ્રથમ વર્ષનું છેલ્લું પેપર હોવાથી રાબેતા મુજબ પરીક્ષા યોજાઈ હતી. ધમકીભર્યા પત્ર અંગે વિદ્યાર્થીઓમાં વાત ફેલાતાં યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બન્યો હતો.  

 

ચિઠ્ઠી ફેકલ્ટીના ડીન સુધી પહોંચતાં પોલીસને જાણ કરાઈ


શહેરના બદામડી બાગ પાસે આવેલી એમ.એસ.યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં એફ.વાય.બી.કોમની પરીક્ષા ચાલી રહી હતી. 21 ડિસેમ્બરથી ચાલી રહેલી પરીક્ષામાં આજે ઇન્ડિયન ઇકોનોમિકનું છેલ્લું પેપર હતું. અકોટા વિસ્તારની ગોખલેબાગ સોસાયટીમાં રહેતો હતો અમર કશ્યપ નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા કેમ્પસમાં આવ્યો હતો. મોપેડ પાર્ક કરીને નીચે ઉતરવા જતાં નીચે પડેલી ચિઠ્ઠી જોઈ તેણે ઉપાડી તો ધમકીભર્યું લખાણ લખેલું હોવાનું જણાયું. જેને લઈ સ્ટુડન્ટે ચિઠ્ઠી ત્યાં હાજર સિક્યુરીટીને આપી હતી. સિક્યુરિટીએ ચિઠ્ઠી વિજીલન્સને આપતાં છેક ફેકલ્ટીનાં ડીન સુધી પહોંચાડી હતી. બાદમાં ડિન દ્વારા પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી. જોકે પરીક્ષાનો માહોલ હોવાથી સ્ટૂડન્સ્ટને પરીક્ષા આપવામાં કોઈ દખલ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પરીક્ષા રાબેતા મુજબ ચાલુ થઇ અને પૂર્ણ પણ થઇ ગઇ.

 

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા રહો....